સંસારી નામ ગણેશમલજી હીરાચંદજી
પિતા હીરાચંદજી જેરૂપજી
માતા મનુબાઈ હીરાચંદજી
જન્મ વિક્રમ સંવત 1989, પોષ સુદ 4, ઈ.સ. ૧૯૩૨
જન્મ સ્થળ પાદરલી, જિલ્લા-જાલોર (રાજસ્થાન)
દીક્ષા વિક્રમ સંવત ૨૦૧૦, મહા સુદ ૪, ઈ. સ. ૧૯૫૪
દીક્ષા સ્થળ મુંબઈ
ગુરુદેવ પ.પૂ. સિદ્ધાંત મહોદધિ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરી મ.સા.કે પટ્ટલંકાર પ.પૂ. વર્તમાન તપોનિધિ આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરી મહારાજ સાહેબ કે શિષ્ય મેવાડ દેશોદ્ધારક આચાર્ય શ્રી વિજય જિતેન્દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ
વડી દીક્ષા વિક્રમ સંવત ૨૦૧૦, મહા વદ ૭, ઈ. સ. ૧૯૫૪
વડી દીક્ષા સ્થળ મુંબઈ
ગણિ પદ વિક્રમ સંવત ૨૦૪૧, માગશર સુદ ૧૧, ઈ. સ. ૧૯૮૫
ગણિ પદ સ્થળ અમદાવાદ
પરિચય
પંન્યાસ પદ વિક્રમ સંવત ૨૦૪૪, ફાગણ સુદ ૨, ઈ. સ. ૧૯૮૮
પંન્યાસ પદ સ્થળ જાલોર (રાજસ્થાન)
આચાર્ય પદ વિક્રમ સંવત ૨૦૪૪, જેઠ સુદ ૧૦, ઈ. સ. ૧૯૮૮
આચાર્ય પદ સ્થળ પાદરલી (રાજસ્થાન)
દેવલોક અષાઢ વદ ૮ રાત્રી ૩:૨૦ દિનાંક ૧૪-૦૭-૨૦૨૦
દેવલોક સ્થળ સુરત
જ્ઞાનાભ્યાસ ન્યાય, વ્યાકરણ, કાવ્ય, આગમ આદિ અનેક શાસ્ત્રો
સાહિત્ય સર્જન ક્ષપક ક્ષેણી, દેશોપશમના, ઉપશમનાકરણાદિ ૬૦ હજાર શ્લોક પ્રમાણ સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથ તથા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માં બધા સિદ્ધગિરિ જાએઁ, જૈન રામાયણ, જો જે કરમાય ના, ટેન્શન ટુ પીસ, રે ! કર્મ તેરી ગતિ ન્યારી, શ્રી શત્રુંજયાદિ ૪ મહા તીર્થોના દિશા દર્શક યંત્રાદિ
૨૧ વર્ષની યુવાસ્થા માં સગાઈ છોડી ને દીક્ષા નો ગ્રહણ કર્યો
શ્રી જીરાવલા તીર્થ માં ૩૨૦૦ વ્યક્તિઓ ની સામુહિક ચૈત્રી ઓળી ની આરાધના
૨૭૦૦ આરાધકો નો માલગાંવ થી પાલિતાણા તીર્થ , ૬૦૦૦ આરાધકો નો રાણકપુર તીર્થ તથા ૪૦૦૦ આરાધકો નો પાલિતાણા થી ગિરનારજી નો ઐતિહાસિક છ’ રી પાલિત સંઘ
૨૮ યુવક – યુવતીઓ ની સુરત માં, ૩૮ યુવક યુવતીયો ની પાલિતાણા માં સામુહિક દીક્ષા ની સાથે અત્યાર સુધી કુલ ૪૫૧ દીક્ષાઓં ના દીક્ષાદાતા
શ્રી શંખેશ્વર મહાતીર્થ માં ૪૭૦૦ અઠ્ઠમ અને ૧૭૦૦ આરાધકો નો ઐતિહાસિક ઉપધાન તપ
પાલિતાણા ઘેટી ની પાગ ની વચ્ચે ૨૨૦૦ આરાધકો ની નવ્વાણું યાત્રા
સુરત દીક્ષા માં ૫૧૦૦૦ , પાલિતાણા દીક્ષા માં ૫૨૦૦૦ તથા અમદાવાદ માં ૫૫૦૦૦ યુવાનો ની સમૂહ સામાયિક
ક્ષપકક્ષેણી ગ્રંથ ના સર્જનકર્તા , જેમના વિષય ને લઇ ને જર્મન પ્રોફેસર " કલાઉઝ બ્રુન " ને પણ પ્રશંસા કરી છે
૫૫ થી વધારે આધ્યાત્મિક જ્ઞાન શિબિરો ના સફળ પ્રવચનકાર
૪૩૯ થી વધારે સાધુ સાધ્વિજી ભગવંતો ના યોગક્ષેમ કર્તા
નાકોડા ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિઃશુલ્ક " વિશ્વ પ્રકાશ પત્રાચાર પાઠ્યક્રમ " દ્વારા ૧ લાખ વિધાર્થીઓ ના જીવન માં જ્ઞાન નો પ્રકાશ ફેલાવા વાળા
રાજસ્થાન સ્થિત સુમેરપુર માં “અભિનવ મહાવીર ધામ" ના મુખ્ય માર્ગ દર્શક
શંખેશ્વર સુખધામ , મહાવીર ધામ , પાવપુરી જીવ મૈત્રી ધામ , ભેરુતારક તીર્થ ના પ્રેરણા દાતા : અને આ પ્રતિષ્ઠા માં ૭૦૦ સાધુ સાધ્વીજી ની ઉપસ્થિતીથી । ચૈત્રી ઓળીજી માં એક સાથે ૨૭૪ આરાધક ભાઈ બહેનો ને જાવજજીવ – આજીવન ચોથા વ્રત નો સ્વીકાર કરાવ્યો અને શ્રી જીરાવાલા તીર્થ માં જીણોદ્ધાર માં સામુહિક માર્ગ દર્શન માં સૌથી મોટા વડીલ, અને શ્રી વરમાણ તીર્થ ના જીણોદ્ધાર ના માર્ગ દર્શક
પરમ પૂજ્ય પ્રેમસૂરી દાદા નો ઓઘો તેમની પાસે છે. અમદાવાદમાં ભવંરલાલજી દોશીની દીક્ષામાં દર્શન કરાવ્યા હતા.
વિક્રમ સંવત ૨૦૭૧ માં અમદાવાદ જિન શાસન ની યાદગાર દીક્ષા શ્રી ભવંરલાલજી દોશી ની થઇ જેઓ પોતે ભારત ના મોટા ઉધોગપતિ હતા અને ગુરુદેવ ના હાથો થી દીક્ષા લીઘી હતી
એમના શિષ્ય પરિવારમાં આચાર્ય શ્રી રવિરત્નસૂરી, આચાર્ય શ્રી રશ્મિરત્નસૂરી, આચાર્ય શ્રી પુણ્યરત્નસૂરી, આચાર્ય શ્રી યશોરત્નસૂરી, આચાર્ય શ્રી જિનેશરત્નસૂરિ આદિ છે