જ્ઞાન -દર્શન -ચારિત્રની સાધનામાં મગ્ન હતા.
ઉપકારી હિતૈષી પૂરૂષો ખૂબ જ ભારપૂર્વક ફરમાવે છે કે સંયમની પ્રાપ્તિ એ પૂર્ણાહુતિ નથી. પણ સિદ્ધિની સાધનાનો સાચો પ્રારંભ છે. આજ વસ્તુ સતત આંખ સામે રાખી, હૈયામાં કોતરી નૂતન મુનિશ્રી પ્રેમવિજયજી જ્ઞાન -દર્શન -ચારિત્રની સાધનામાં મગ્ન બન્યા. તારક જિનાજ્ઞા અને ગૌરવવંતિ ઞુર્વાજ્ઞાના ચરણોમાં સર્વસ્વનું સમર્પણ કર્યું. વિનય વૈયાવચ્ચ – સ્વાધ્યાય-તપ અને સંયમમાં અપ્રમત્તતા એ એમના
જીવનના અવિભાજ્ય અંગ બની ગયાં. નિત્ય એકાસણા , નિર્દોષ ભિક્ષાચર્યા ,અલ્પ દ્રવ્ય અલ્પ સમય , રસના વિજય , નિદ્રા વિજય આ એમના સ્વાભાવિક ગુણો બની ઞયા. એકાસણામાં રોટલી – દાળ જેવા બે દ્રવ્ય અને સ્વાદ ન આવે એ માટે મોઢામાં રહેલાં નિવાલા ને એકજ બાજુમાં રાખી વાપરતા એ પણ માત્ર દસ મિનિટમાં. તેઓશ્રીના આહાર સંજ્ઞા વિજયનું આ ઉત્તમ ઉદાહરણ છે. મેવો , ફૂટ , મીઠાઈ, ફરસાણનો કાયમી પરિત્યાગ આદિથી તેઓશ્રીનું ત્યાગ સભર જીવન આ વિષમકાલમાં આપણા જેવા માટે ખૂબ જ આદર્શભૂત છે.
અનુશાસન પ્રિય પૂ આચાર્ય શ્રી દાનવિજયજી મહારાજા અનુશાસનમાં રહીને તેમનું જીવન સોલે કલાએ ખીલી ઊઠ્યું. ગુરૂકુલવાસનો સાચો આનંદ અનુભવવા લાગ્યા. સંસ્કૃત – પ્રાકૃત ભાષાનો , કાવ્ય -ન્યાયગ઼ંથોંનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેઓશ્રીએ પોતાના જીવનમાં જ્ઞાન -ધ્યાન કિર્યાનો અપૂર્વ યજ્ઞ આરંભ્યો . પંડિત પાસે અધ્યયન કરવા છાણીથી વડોદરા રોજ ચાલીને જતા અને ઉત્સાહ -રૂચિથી જ્ઞાનોપાર્જન કરતાં . જ્ઞાન પરિણત કરવાની આ ઉત્તમ ચાવી છે. વડોદરાના શાસ્ત્રીજી તેઓના જ્ઞાન -સંયમથી
પ્રભાવિત બન્યા અને રાજ્યની માલિકીની પુસ્તકાલય -શાસ્ત્ર ભંડાર જોવા પધારવા આમંત્રણ આપ્યું. પ્રાચીન જ્ઞાન -ભંડારનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં ‘કમ્મપયડી ‘ નામનો પ્રાચીન અલભ્ય દુલર્ભ ગ્રન્થ તેમનાં હાથમાં આવી ચડયો . આ ‘કમ્મપયડી’ એ જૈન શાસનમાં ‘કર્મવાદ’ ખૂબ જ મહત્વનો ગ્રન્થ છે. પોતાના માર્ગસ્થ મનોહર પ્રજ્ઞાથી પૂજ્યશ્રીએ સ્વપૂરૂષાર્થ – પ્રજ્ઞાના બળે રાત – દિવસના સતત ચિંતન મનનથી એ ગ્રંથ સિદ્ધ કરયો અને વર્ષોથી બંધ પડેલા આ ગ્રંથનું અધ્યયન ચાલુ થયું અને આજેય અવિરત આગેકુચ કરી રહ્યું છે એનું પુણ્ય શ્રેયઃ તેઓશ્રી ને છે.
જન્મ વિ.સં. ૧૯૪૦,ફાગણ સુદ – ૧૫
જન્મસ્થળ નાંદિયા
મુલ વતન પિડંવાડા
કર્મ ભુમી વ્યારા
સંસારી નામ પ્રેમચંદ
પિતા ભગવાનદાસ
માતા કંકુબાઈ
દીક્ષા વિ. સં. ૧૯૫૭, કારતક વદ – ૬, પાલિતાણા
ગુરૂદેવ પરમ પૂજ્ય સકલાગમ રહસ્યવેદી આચાર્ય દેવ શ્રી દાન સૂરીશ્વરજી મહારાજા
ગણિપદ વિ. સં. ૧૯૭૬, ફાગણ વદ – ૬, ડભોઇ
પંન્યાસપદ વિ. સં. ૧૯૮૧, ફાગણ વદ – ૬, અમદાવાદ
ઉપાધ્યાયપદ વિ. સં. ૧૯૮૭, કારતક વદ – ૩, મુંબઈ
આચાયૅપદ વિ.સં. ૧૯૯૧, ચૈત્ર સુદ – ૧૪, રાધનપુર
સ્વર્ગવાસ વિ.સં. ૨૦૨૪, વૈશાખ વદ – ૧૧, ખંભાત