Read now

Parmatma Mahavirdev Ni Vishwa Ne Char Bhet

તારક અરિહંત પરમાત્મા મહાવીરદેવની ચાર ભેટને - આચારમાં અહિંસક બનો (કોઇને હણશો નહિ), વ્યવહારે કર્મસિધ્ધાન્ત નજરમાં રાખો (નિયતિને સલામ કરો), વિચારે અનેકાન્તી બનો (કોઇની સાથે ઝગડો કરશો નહિ), જીવનમાં અપરિગ્રહી બનો (સંગ્રહ કરશો નહિ) - સૂક્ષ્મતાથી વિચારતાં પૂજ્યશ્રીનું અંતર ઉછળી ઉછળીને કહે છે, ‘એ કૃપાલુદેવ ખરેખર સર્વજ્ઞ હતા. એ સિવાય આટલી બધી સૂક્ષ્મતાથી આ નિરુપણ દેશનાઓમાં કરી શકે નહિં.’ સામાન્ય કક્ષાનું વ્યક્તિત્વ ધરાવતાં કેટલાય લોકો વિશ્વમાં ફેલાયા હોય ત્યારે આ દેવાધિદેવને અને તેમણે પ્રરૂપેલા જૈનધર્મને ભારત દેશના સીમાડા સુધી પણ ન પહોંચાડાયો હોય ત્યારે તે વાતનું પૂજ્યશ્રીને અત્યન્ત દુઃખ છે. હાય-દુવાના લેખ ન લીખીયા, પશુઓની હાયથી લાતુરમાં ધરતીકંપ, માબાપની હાયથી શંબૂક-કૌશિક બરબાદ થયા, જંતુઓની હાયથી કેન્સર વગેરે વાતો પૂજ્યશ્રીએ સ્તુત્ય શૈલીમાં વર્ણવી છે. ‘બીજાની દુવાથી (બીજાની સુખપ્રાપ્તિમાં)તમારૂં સુખ નક્કી થાય છે, ’ આ વિષયને અનેક દૃષ્ટાંતો દ્વારા પૂજ્યશ્રીએ ખૂબ સુંદર રીતે વિકસાવ્યો છે. ‘વિચારમાં અનેકાન્ત’ લાવવા માટે પૂજ્યશ્રીએ ખૂબ સુંદર સમજણ આપી છે. જીવનમાં અપરિગ્રહનો ખૂબ મહિમા વર્ણવ્યો છે. પરિગ્રહ-પાપે થયેલી દુઃખદ ઘટનાઓ પૂજ્યશ્રીએ સચોટ શૈલીમાં વર્ણવી છે. ‘વ્યવહારે કર્મસિધ્ધાન્ત’ને પૂજ્યશ્રીએ અનેક ચિંતનો, દૃષ્ટાંતો દ્વારા સરળ શૈલીમાં સમજાવ્યો છે.
Category : Books
Sub Category : General
Language : Gujarati
No. of Pages : 98
Keywords : a

Share :