બાળકોની ભાષામાં લખાયેલું, સૂત્રોના અર્થનું સુંદર શૈલીમાં વિવરણ કરતું આ પુસ્તક ધર્મક્રિયા વખતે ભાવવૃધ્ધિમાં અચૂક સહાયક બનશે. શ્રી નવકારથી લઇને સામાઇય વય-જુત્તો સુધીના સૂત્રોના અર્થો વગેરેની સમજણ આપી છે. પંચ પરમેષ્ઠિ નમસ્કાર સૂત્રના વિવરણમાં નમસ્કાર એટલે શું? નમસ્કાર કરવાથી શો લાભ? વગેરે ઉપર સુંદર સમજણ આપી છે. શ્રી અરિહંત પ્રભુના ચોત્રીશ અતિશયો + પ્રભુના મુખ્ય બાર ગુણો ની બાળશૈલીમાં સમજણ આપી છે. સુગુરુ-સ્થાપના સૂત્ર (પંચિદિય સૂત્ર) માં ગુરુ મહારાજના છત્રીસ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. ખમાસમણ સૂત્રમાં ત્રણ પ્રકારના ગુરુવંદનનું સ્વરૂપ સમજાવ્યું છે. ગુરુ- ક્ષમાપના સૂત્ર(અબ્ભુઠ્ઠિઓ સૂત્ર) માં ગુરુ મહારાજ પ્રત્યે થયેલા અપરાધોની માફી માંગવામાં આવી છે.ઐર્યાપથિંકી સૂત્ર (ઈરિયાવહી સૂત્ર) માં જગતનાં જીવો અંગે જવા આવવા વિગેરે કારણે હિંસા વગેરે પાપોની ક્ષમાપના માંગવામા આવી છે. કાઉસ્સગ્ગ અંગેના ૧૬ આગારો (છૂટછાટો) શ્રી અન્નથ સૂત્રમાં જણાવવામાં આવ્યા છે. શ્રી લોગસ્સ સૂત્ર (નામસ્તવ સૂત્ર) માં શ્રી જિનેશ્વર ભગવંતોનાં નામોને યાદ કરવા રૂપે તેમનું સ્તવન કરવામાં આવ્યુું છે. સકળ શાસ્ત્રોનો આદેશ સમભાવની સાધના છે. જીવમાત્ર પ્રત્યે મધુર પરિણામ કેળવવા પ્રતિજ્ઞાપૂર્વક પાપોનો ત્યાગ શ્રી કરેમી ભંતે સૂત્રમાં કરવામાં આવ્યો છે.