Read now

Panchtantra Season 1

તમારા બાળકને સંભળાવાય તેવી બાળવાર્તાઓના ઓડિયો અહીં છે. શીખવવાના ભાગરૂપે નહીં; પરંતુ એમની સાંભળવાની શક્તિ ખીલે એ માટે પણ. બીજું કાંઈ જ ના કરો; પણ બાળક સ્કુલે જતું હોય ત્યારે, ઘરમાં રમતું હોય ત્યારે, એને નવરાવતી, રાત્રે સુવરાવતી કે તૈયાર કરતી વખતે આ વાર્તાઓનો ઓડિયો સ્વીચ ઓન કરી દો. બાળકના કાને વાર્તાનો આ ઓડિયો અથડાય એટલું જ પૂરતું છે. હું જાણું છું કે આજે આપણને આપણાં માટે પૂરતો સમય નથી ત્યાં બાળકને તમે મોઢે રોજ જુદી જુદી વાર્તાઓ તો ક્યાંથી સંભળાવવાના?!! ૨ થી ૧૦ વર્ષનું બાળક દરરોજ જો નોખી-અનોખી વાર્તાઓ સાંભળશે તો આપણાં સહુનું ભવિષ્ય ઊજળું છે એવું તો દુનિયાભરના કેળવણીકારો માને છે. બાલ્યાવસ્થામાં પડેલા સંસ્કાર જીવનભર ટકે છે. તો લો, હવેથી રોજ એક વાર્તા જે તમારાં બાળકનું હૈયું ને મન ફળદ્રુપ કરવામાં તમને કામ લાગશે. બગલો, સાપ અને નોળિયો બીકણ સસલી બ્રાહ્મણ અને કરચલો ચકલીના મિત્રો અને ગાંડો હાથી ચકલીના મિત્રો અને મૂરખ વાંદરો હંસ અને કાગડાની વાર્તા કાગડાનું જોડું અને કાળો નાગ સસલાએ હાથીને ભગાવ્યો શિયાળ અને તેને જવાબ આપતી ગુફા શિયાળની વાર્તા ત્રણ માછલીની વાર્તા ઊંટ અને શિયાળ વાઘના ચામડામાં રહેલો ગધેડો
Language title : પંચતંત્ર  ભાગ ૧
Category : Audiobooks
Sub Category : General
Sect : General
Series : Balvarta
Language : Gujarati
No. of Pages : 5097
Keywords : Kids Story Book

Advertisement

Share :