ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા પ્રથમ નંબરે સંતો છે અને બીજા નંબરે “નારી” છે. “નારી”ને ઋષિઓએ કેટલી બધી ગૌરવાન્વિત કરી છે ? તેનું સુંદર પ્રકાશન કરતું પૂજ્યશ્રીનું પુસ્તક ખરેખર મનનીય છે. જીવન મૂલ્યનિષ્ઠ હોવું જોઇએ. શીલનું મૂલ્ય, પતિસમર્પણનું મૂલ્ય, સંતોષનું મૂલ્ય, રાષ્ટ્રદાઝનું મૂલ્ય, ખુમારીનું મૂલ્ય, અતિથિસત્કારનું મૂલ્ય - આ બધા મૂલ્યો ઉપર પૂજ્યશ્રીએ સુંદર શૈલીમાં આલેખન કર્યું છે. સંયુક્ત કુટુંબ પ્રણાલિના અનેક ફાયદાઓ પૂજ્યશ્રીએ વર્ણવ્યા છે. કુટુંબમાં સર્વત્ર નિર્મળ સ્નેહભાવ એ અત્યન્ત આવશ્યક છે. કુટુમ્બમાં કોણ વધુ સહે તેની સ્પર્ધા ચાલવી જોઇએ. કુટુમ્બની દરેક વ્યક્તિ “સ્વદોષ દર્શન” કરવા લાગી જાય તો ઘરમાં સ્વર્ગ જેવું વાતાવરણ જામી જાય. નારીના ત્રણ સ્વરૂપો - દીકરીના રૂપમાં, પત્નીના રૂપમાં, માતાના રૂપમાં - ઉપર પૂજ્યશ્રીએ ખૂબ સુંદર વિવેચન કર્યું છે. નારીમાં મુખ્ય સાત ગુણો હોવા જોઇએ. (૧) ધાર્મિક કટ્ટરતા (૨) સંસ્કૃતિ પાલન (૩) પતિપરાયણતા (૪) સંતાનોને વાત્સલ્ય સહિત સંસ્કરણ (૫) ગુરૂજનોની સેવા (૬) અતિથિ સત્કાર (૭) નોકરો ઉપર સ્નેહ ભારતીય પ્રજા બે રીતે સમૃધ્ધ છે. નારી અને સંતો દ્વારા આધ્યાત્મિક રીતે સમૃધ્ધ છે. જળ, જનાવર, જંગલ, જમીનની રક્ષા દ્વારા તે ભૌતિક રીતે સમૃધ્ધ છે. પૂજ્યશ્રીએ “મહાન માતાઓ”ના જે દૃષ્ટાંતો આપ્યા છે તેવી માતાઓ વર્તમાનમાં મોટી સંખ્યામાં તૈયાર થઇ જાય તો...